✍️ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ તલાટી કમ મંત્રી (ગ્રામ પંચાયત સેક્રેટરી)
* તલાટી કમ મંત્રીના કોલ લેટર ડાઉનલોડ થવાનું શરૂ થઈ ગયેલ છે.*
▪ કોલ લેટર ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 🖇️👉અહીં ક્લિક કરો
✉️જા.ક્ર:- ૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)ની તા.૦૭/૦૫/૨૦૨૩ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત
• જાહેરાત ક્રમાંક ૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૦૭-મે-૨૦૨૩ ના રોજ યોજવામાં આવનાર છે. આ પરીક્ષા માટે નીચે દર્શાવ્યા મુજબના સમયગાળા દરમ્યાન ઉમેદવારે પોતાના પ્રવેશપત્ર-કમ-હાજરીપત્રક (કોલલેટર/હોલ ટીકીટ) અને તેની સાથેની ઉમેદવારો માટેની સુચનાઓ ઓજસ વેબસાઇટ https://olas.gujarat.gov.in https://olas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી,પ્રિન્ટ કરી મેળવી લેવાના રહેશે.
• જાહેરાત ક્રમાંક-૧૦/૨૦૨૧-૨૨
• સંવર્ગનું નામ-ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)
• પરીક્ષાની તારીખ-તા.૦૭-૦૫-૨૦૨૩ (રવિવાર)
• પરીક્ષાનો કોલલેટર/ હોલટીકીટ/પ્રવેશપત્ર
ડાઉનલોડ કરવાનો સમયગાળો
તા.૨૭-૦૪-૨૦૨૩ (ગુરૂવાર) બપોરે ૧૩-૦૦ કલાકથી
તા.૦૭-૦૫-૨૦૨૩ (રવિવાર) ૧૨-૩૦ કલાક સુધી
(૧) ઉમેદવારે કોલલેટર/પ્રવેશપત્ર ઉપરની તેમજ તેની પાછળ આપેલ સુચનાઓ ધ્યાનપૂર્વક વાંચી, તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. (૨) જે ઉમેદવારે ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) સંવર્ગની તા.૦૭/૦૫/૨૦૨૩ની સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટે ઓજસ વેબસાઇટ ઉપર ઓનલાઈન સંમતિ ફોર્મ ( Consent form ) ભરેલ છે, તેવા જ ઉમેદવારો પોતાનો આ પરીક્ષા માટેનો કોલલેટર ડાઉનલોડ કરી શકશે.
(૩) ઉપરોકત રીતે, ઉપરોકત સમયગાળામાં ડાઉનલોડ કરેલ કોલલેટર પ્રવેશપત્રની પ્રિન્ટ નકલ અને પોતાની ઓળખના અસલ પૂરાવા સિવાય પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારને પ્રવેશ મળશે નહિ, તેની દરેક ઉમેદવારે ખાસ નોંધ લેવી. “મંડળના આદેશાનુસાર"